Monday, May 12, 2008

તું જો આજે મારી સાથે જાગશેચાંદ થોડો ચાંદ જેવો લાગશે
!કોણ તારી વાત સાંભળશે, હ્ર્દય !એક પથ્થર કોને કોને વાગશે?
તું અમારો છે તો ધરતીના ખુદા!તું અમારા જેવો ક્યારે લાગશે ?
જિંદગી, તું આટલી નિર્દય હશે?તું મને શું એક પળમાં ત્યાગશે?
હું રડું છું એ જ કારણથી હવે,હું હસું તો એને કેવું લાગશે!
એણે માગી છે દુવા તારી ‘અદી’તું ખુદા પાસે હવે શું માગશે !!

Saturday, May 10, 2008

સપનામાં તો બધા જીવે છે,
વlસ્તવિકતમાં કોણ રહે છે ?
સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે.


બાગમા ખિલ્યુ જાણે સુંદર ગુલાબ છે
મારી આંખોમા બસ તારા જ ખ્વાબ છે
તારી આ સાદગીમાં સુંદરતા એવી છુપાઈ છે
કે આ રૂપ તારૂં દુનિયાની આઠમી નવાઈ !!!
જેંમ ધરતી આકાશ મલે છે એમ કયાં.પ્રેમ મળૅ આ બધિ તો કલ્પનાની વાતો છે.બાકી તો પ્રેમ ખોળો ત્યા દર્દ મલે છે.સૌ કોઇ નીકળે છે ઘર વસાવવા,અને અંતે જુઓ તો કબરસ્તાન મલે છે.મોત વેળાયે સમજાય છે જિન્દગી,પરંતુ પછી કયા ખુલાસા નો સમય મલે છે."